Skip to main content

Posts

Featured

Arpan Christy | ગઝલ : પછી સળગાવી'તી સિગરેટ | gazal : pachhi salgaavi'ti cigarette | અર્પણ ક્રિસ્ટી

ઘણીયે ક્ષણ ગઈ બાળી પછી સિગરેટ સળગાવી,  વ્યથા આવી તો સ્વીકારી પછી સિગરેટ સળગાવી.    હજી જોઉં હું સપનું ત્યાં તો દુનિયા આંખ ખોલી ગઈ,  ચિતા સમણાની સળગાવી, પછી સિગરેટ સળગાવી.    "તું જયારે એકલો હોઈશ હું ત્યારે પાસ આવી રહીશ",  કહીને એય ના આવી પછી સિગરેટ સળગાવી.     પવન એવો આ દુનિયાનો, ન કોઈ આગ બળવા દે,  મેં માચીસ જાતની કાઢી પછી સિગરેટ સળગાવી.    હશે મૃત્યુ આ મારું કોઈ કારણવશ જરા મજબૂર,  મને જીવનમાં દફનાવી પછી સિગરેટ સળગાવી.    મને ફૂંક્યા પછી આ જિંદગી કચડીય ગઈ પગથી,  છતાં રહી જિંદગી બાકી, પછી સિગરેટ સળગાવી.    પીધા સંબંધ ત્યારે તો ન આપી કોઈ ચેતવણી!  બધી ચેતવણીઓ વાંચી પછી સિગરેટ સળગાવી.    પરોવાઈ કોઈની આંગળી ના આંગળીઓ વચ,  જગા ભરવા એને રાખી પછી સિગરેટ સળગાવી.    વિષમતાઓ જ પીને ઝૂંપડે મોટા થતાં બાળે,  જગત સળગાવું છું - ધારી, પછી સિગરેટ સળગાવી.     - અર્પણ ક્રિસ્ટી

Latest Posts

एक नज़्म :: सिग्रेट और ज़िन्दगी | Nazm :: Cigarette aur Zindagi

A Gazhal | इक ग़ज़ल

A Couplet | इक शेर

Poem : One can’t live without breaths!

नज़्म :: एक्सपायरी डेट | Nazm :: Expiry Date

Poem :: They Are Still Together | Arpan Christy

Gazal recitation | Wo jhulaste ghar men khud ko jhonktaa hai | वो झुलसते घर में ख़ुद को झोंकता है

नज़्म : मैंने कहा तो था कि | Nazm : Maine kaha to tha ki | Arpan Christy | अर्पण क्रिस्टी

नज़्म :: कुछ तो कहा होगा तुमने | Nazm :: Kuch to kaha hoga tumne