Arpan Christy | અર્પણ ક્રિસ્ટી | Gazal : Vaat samje to bahu sidhi hati | ગુજરાતી ગઝલ : વાત સમજે તો બહુ સીધી હતી


Gujarati Gazal Recitation in a mushaayraa. 


વાત સમજે તો બહુ સીધી હતી,
મેં તને ચકચૂર થઇ પીધી હતી.

હાથમાં ના હાથ તારા રહી શક્યો,
આંગળીઓ તેં સતત ચીંધી હતી.

સત્યને ફાંસી થઈ, ચોંકો નહીં!
જજ બની જૂઠે શપથ લીધી હતી.

યુદ્ધ પૂરું થાય ત્યાં સમજાય છે,
આંખ ખોટી મત્સ્યની વીંધી હતી.

ફિલસૂફો જેવું મને ક્યાં આવડે?
જિંદગી તો મેં, તને કીધી હતી.

- અર્પણ ક્રિસ્ટી
 

Comments